What is LOVE?ક્તિના મનમાં આ સવાલ તો એક વાર તો ઉદભવ્યો જ હશે. આ દુનિયામાં એક જ એવું તત્વ છે. જેનાથી આ દુનિયા અત્યાર સુધી ટકેલી છે. પ્રેમ.... પ્રેમ કેટલો અદભુત શબ્દ છે. જે મનુષ્ય હોય કે પશુ પક્ષી અથવા કોઈ પણ જીવ બધાને પ્રેમ ની ભાષા સમજાતી જ હોય છે. હા તેનું પ્રમાણ વતા ઓછા પ્રમાણમાં હોય શકે. કોઈ માણસ એવો આ દુનિયામાં તમને નહિ મળે જેનામાં લાગણી નહિ હોય. આપણા માં બાપ હોય કે પરિવાર હોય દોસ્ત સગાવહાલા તેના પ્રત્યે તો પ્રેમ હોય જ છે પણ ભલે આપણો દુશમન કેમ ના હોય પરંતુ નફરત ના બીજ માં પણ પ્રેમ જ રોપાયેલો હોય છે. માણસની સાચી જરૂરિયાત પ્રેમ, લાગણી, ભાવ, સવેંદના, અંદર જે ઉર્જા જે કેવાય ને positive vibes તે પ્રેમ પુરી પાડે છે. કંઈક કોકના માટે કંઈક પોતાના માટે કરી છૂટવાની તીવ્ર ભાવના અને શક્તિ આ પ્રેમ પુરી પાડે છે. માનવતા, જીવદયા, કોઈ ના દુઃખદર્દમાં મદદ કરવી, કરુણા, દેશદાજ, કોઈના માટે આપણે ક્યારેક લડી પડીયે, સખત કોઈ વ્યક્તિની કાળજી લેવી જેમ કે એક માં પોતાના સંતાનની લેતી હોય છે, અને ક્યારેક આપણે આવી જ વ્યક્તિઓ સાથે લડી પડીયે, ગુસ્સો કરીયે, અથવા વાત નફરત પણ કરી લેતા હોઈએ છીએ. આ બધું કોમન છે કોઈ પ્રેત્યે ના પ્રેમ માં.
હવે વાત આવે છે બે વ્યક્તિ વચ્ચેના પ્રેમની વાત કરીયે. આમાં જ ઘણા લોકો થાપ ખાય જાય છે. આ ઝમેલો શું છે આખરે. ઘણા લોકો એવા પણ હોય છે જે ડરતા હોય છે કે પ્રેમમાં બધું ગુમાવી દઇશુ આપણી બુદ્ધિ સુદબુદ્ધ બધું. પણ હકીકતમાં એવું જરાય એટલે જરાય હોતું નથી. પ્રેમમાં જે મજા છેને boss એ બીજે કેમાય નથી. જે સખત એટલે સખત મજા આવે છે. લાગણીઓ ના જે વરસાદ થાય છે એની મજા જ જુદી છે. તમે ઘણાના મોઢેથી સાંભળ્યુ હશે કે સાચો પ્રેમ એક જ વાર થાય છે. સાવ એટલે સાવ ખોટી વાત છે. પ્રેમ એક કે બે વાર સાચો થાય જ નહિ fact એ છે કે જો તમારામાં પ્રેમ હશે ને તો એક વાર શું ૫૦ વાર પણ થશે. આપણે ભૂલ ક્યાં કરીયે છીએ ખબર આપણે પ્રેમને પામવા કોશિશ નથી કરતા પણ તે વ્યક્તિને પામવાની કોશિશ કરીયે છીએ.
આ જ આપણું મોટું સત્ય છે. એની સાથે જે દિવસો જે સમય વિતાવ્યો હોય અને જે લાગણીઓ ઉદભવી હોય તે ફક્ત ને ફક્ત તેના દ્વારા જ મેળવવા માંગતા હોઈએ છીએ. આવું કેમ કારણ આપણે પ્રેમને અપનાવી લેતા નથી. ઘણા લોકો એવા પણ હોય છે જે એક તરફી પ્રેમમાં પડ્યા હોય છે. સામેની વ્યક્તિને ખબર પણ હોતી નથી કે આ મારા પ્રેમમાં છે. ફક્ત એને એક વાર જઈને કહીદો કે હું તારા પ્રેમમાં છું. બસ ભલે તે વ્યક્તિ તમને પ્રેમ કરે કે ના કરે. વાત એ છે કે પ્રેમને જીવંત રાખો તમારા હૃદયમાં કોઈ એક વ્યક્તિ કે કોઈ એક જ વ્યક્તિ પૂરતો સીમિત ના હોવો જોઈએ. આપણી અંદરના આત્મામાં સમાહિત છે પ્રેમ. પ્રેમ એવો પ્રવાહ છે જે સતત ને સતત વહેતો રહે છે. જે હંમેશા વિસ્તરતો રહે છે.
કે ભલે ગમે તે થશે આ શાલો કે આ છોકરી સાથે હું હંમેશા પ્રેમથી રહીશ સાચી મજા આવી ફીલિંગ માં છે. હવે આવી જ એક પ્રેમમય story તમને કહેવા માંગુ છું. ''અમુક વ્યક્તિઓની ઓળખ તેનો સ્વભાવ હોય છે.'' આવીજ એક બે પ્રયણ ગાથા ની શરૂઆત ગુજરાતના એક નાના શહેર માંથી થાય છે. એ છોકરા નું નામ છે નચિકેત. દેખાવે એકદમ smart અને handsome . સ્વભાવે પણ એકદમ શાંત અને સરળ. અને આ છોકરીનું નામ છે વિશ્વા. તે પણ એટલી જ સરળ અને સીધી. ખુબ હોશિયાર અને સુંદર પણ. બને એક જ શહેરમાં રહેતા હતા બરોડામાં. નચિકેત software engineer છે. અને વિશ્વા MBA છે. કુદરતની પ્રકૃતિ છે કે જેમનું connection જેમની સાથે જામશે તેમને જ એ મળાવાની સાજીશ કરે છે. એ સાચું જ છે કે જોડી ઉપરવાળો જ બનાવે છે. નચિકેત એક સારી કંપનીમાં સારા હોદા પર કામ કરે છે. ઘરની જવાબદારી નિભાવતા અને ભાઈ બહેનોની લગન પ્રસંગ પુરા કરતા તે ક્યારે 27 વર્ષ નો થાય ચુક્યો તેને ખબર જ ના પડી. આમ તો તે પોતાના પેલા હંમેશા બીજાનું જ ભલું વિચારતો. પણ આજે તેનો birthday હતો. એટલે એકદમ ખુશ હતો.
અને આજે વિશ્વા નો પણ birthday હતો. તે પણ પોતાના કુટુંબ ની ભારણ પોષણ અને જવાબદારીઓ તેના માથે હતી એટલે તેને પણ પોતાના માટે જાજુ વિચારવા નો સમય ના મળ્યો. વિશ્વા icici bank માં એસસીસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર હતી. રાતે બંને ની ઘરે surprise party હતી. હવે થયું એવું કે નચિકેતના ફ્રેંડ્સ એ અને વિશ્વાની બહેને બંને એ એક જ બેકરી રાધે શયમ બેકરી તેમાં ઓર્ડર આપ્યો હતો. પણ થયું એવું કે બેકરીના માણસથી બંનેની cake અદલ બાદલ થાય ગયી. નચિકેત નામ વાળી વિશ્વાની બહેન ને અને વિશ્વા નામ વાળી નચિકેત ના ફ્રેંડ્સને આપી દીધી. ઘરે પહોંચ્તાજ બધી તૈયારી બંને ના ઘરે થાય ચુકી હતી. પણ એન્ડ સમય પર cake બીજા નામ વાળી નીકળતા થોડું અજુક્તું લાગ્યું પણ બંને એ તેજ cake કાપી કારણ કે બેકરી હવે રાતે બંધ થઈ ચુકી હતી. આમ તો આ બંને માટે આ cake એ ઈશ્વરના આશીર્વાદ હતા. બીજે દિવસે નચિકેત તેમાં mummy નું બેંક એકાઉન્ટ ખોલવા વિશ્વાની બેંક પર ગયો. બધી પ્રોસેસ પુરી કરી તે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં તેને પોતાની લોન વિષે પૂછવા વિશ્વા પાસે જવાનું થયું. પેલા તો બંને વચ્ચે નોર્મલી વાત ચિત્ત શરુ થયી. બધું કામ પતિ ગયું એટલે તે તેની ઓફિસેથી જતો હતો ત્યાં વિશ્વામેમ કોઈકે અવાજ કર્યો એટલે નચિકેતના મગજ માં લાઈટ થઈ પેલી cake ના નામ વાળી એટલે તેને મસ્તીમાં જ પૂછી લીધું કે કાલે તમારો birthday હતો. વિશ્વાને પણ આશ્ચર્ય થયું કે આને કેમ ખબર એટલે તેને કહ્યું હા તમને કેમ ખબર ? પછી નચિકેતે હસતા મોઢે કહ્યું મારુ નામ નચિકેત છે.
પછી બંને એટલા જોર થી હસ્યાં કે આખી ઓફિસે જોવા લાગી. પણ મજાની વાત એછે કે પ્રકૃતિ પ્રેમ નું મિલન કરાવીને જ રહે છે ગમે તે થઈ જાય. આમની સ્ટોરીમાં પણ આવું જ થયું. પછી બંને ને એકબીજાનો સ્વભાવ સારો લગતા ફોન નંબરની આપલે થઈ. પછી તો બંને રોજ રાતના મેસેજ અને ફોન માં કલાકો સુધી વાતો કરતા. પણ તે બંને ને એકવાર પણ કંટાળો કે એકબીજા પ્રત્યે નારાજગી કોઈ બાબતે થઈ જ નહિ. જોકે બંને સમજુ હતા. એકબીજાના કહ્યા પેલા એકબીજાની ઈચ્છા અને વિચારો કહી દેતા. હવે બંને રજા અને રવિવાર જેવા દિવસોમાં મળવા લાગ્યા. પણ બંને વચ્ચે એક વસ્તુ સરખી હતી બંનેના સ્વભાવ અને આદતો.બંને એવા ખાસ એકબીજા માટે થઈ ગયા ક્યારેય તેમને ખબર જ ના પડી. જોતજોતામાં બંનેની રિલેશનશિપને એક વર્ષ વીતી ગયું.પણ નચિકેત અને વિશ્વા એ ક્યારેય પોતાના પ્રેમ નો એકરાર હજુ સુધી કર્યો નહિ. પણ હવે બંને વચ્ચે દો દિલ એક જાન જેવી હાલત હતી. આમ તો નચિકેતે નક્કી કર્યું કે આ birthday માં વિશ્વાને પ્રેમ નો ઈઝહાર કરી દેવો. વિશ્વા પણ એવું જ વિચારતી હતી કે આ વખતે નચિકેતને કહી દવ.
બંને ને ખબર જ હતી કે બંને એકબીજાના પ્રેમમાં છે પણ બંનેએ ખબર જ ના પાડવા દીધી તે. થોડા દિવસ પછી બંને નો birthday હતો. એટલે વિશ્વાએ પોતાને ઘરે બંને ની પાર્ટી રાખી હતી. આમ તો બંનેના પરિવારોમાં પણ સારો સંપ હતો. બધા હળીમળીને રહેતા. ખબર તો તેઓને પણ હતી કે આ બંને એકબીજા માટે જ બન્યા છે. હવે જોગાનુજોગ થયું એવું કે વિશ્વાએ બંનેની cake આ વખતે સાથે બનાવી. તે નચિકેતને ખબર ના પાડવા દીધી. તે નચિકેત અને બધાને surprise આપવા માંગતી હતી. અને રાતના થયું એવુજ બંને એ કબૂલ કર્યો આ unconditional LOVE વાત સમજવાની એ છે તેજ દિવસે રાતે બંને એ એકબીજાના ખામી અને ખૂબીઓ અને પોતે જે જિંદગી માં કોલેજ સમયે ભૂલો કરી breakup થયા બધું જ કહી દીધું જેથી આવનારો સમયમાં તેમને એકબીજા પ્રત્યે કોઈ ગેરસમજ ના ઉભી થઈ. સાચો પ્રેમ આપણી અંદર જ હંમેશા રહેલો છે. મિત્રો પ્રેમમાં જીવવામાં આનંદ છે.જે પોતાની પ્રકૃતિ પ્રેમમય બનાવે છે તેને જોઈને ઈશ્વર પણ રાજી થાય છે. સંબંધો તૂટે અને ક્યારેક વગર કારણે જોડાતા પણ હોય છે. પણ જે થતું હોય આપણું ધાર્યું કે આપણું ધાર્યું ના થાય તો પણ જે છે તેને અપનાવી પ્રેમમય રહેવું જોઈએ.
"THE MIRACLE LOVE"
Reviewed by PARTH LAKHANI
on
મે 23, 2018
Rating:
Reviewed by PARTH LAKHANI
on
મે 23, 2018
Rating:





ટિપ્પણીઓ નથી: