“Something about life”
''જિંદગી'' દરેક મનુષ્ય ના મનમાં ક્યારેક તો એવો વિચાર અવશ્ય આવ્યો હશે આખરે આ જિંદગી શુ છે? આ જીવન નો મતલબ શું? કોના માટે આ બધું? મિત્રો જિંદગી એક પહેલી છે જેને અંકબંધ જીવવામાં જ મજા છે. જેને તમે માપી તોલી ને જીવવામાં મજા નથી. પણ તેને પુરી આજાદી આપી તું જેમ જીવાડ એમ હું જીવીશ તો મજા આવે. જિંદગી ક્યારેક રંગ બે રંગી હોય છે તો ક્યારેક બેરંગ બની જાય છે. ક્યારેક અનેરો ઉત્સાહ અને ખુશીઓ હોય છે તો ક્યારેક ગમગીન જિંદગી થઈ જાય.પણ એક વાત નક્કી છે આપણે ધારીએ તો જિંદગી બોવ મજાની છે. જીવવા જેવી છે. જો દિલ થી સ્વીકાર કરી ને જીવીયે...... ફરિયાદ કરવાથી પરિવર્તન નથી આવતું પણ જો એક નિશ્ચય કરવામાં આવે કે આ જીવન મારુ છે આને હું વેડફીશ નહિ એકે એક ક્ષણ મન ભરી ને જીવી લઇશ અને તેમને સંપૂર્ણ ન્યાય આપી ઉપયોગ કરીશ. બાકી રડવાથી કે દુઃખી થવાથી જિંદગી હંમેશા નીરસ જ રહેશે. હંમેશા હસતા રહો મુત્યુ એ ઘડી ભરમાં આવી શકે માટે ખુશ રહો અને બીજાને પણ રાખીયે.... જિંદગી વિષે એક કવિતા અહીં પ્રસ્તુત કરી છે.... ''એ જિંદગી.... શું લખું એ જિંદગી... તું છે ઘણી જ અજીબ.... નથી આવતી તું બધાને સમજ... કારણ તું છે અલગ જ....... કેટકેટલા ખેલ દેખાડે છે... આ નાનકડા આયુષ્યમાં.... એક નાનકડા ગર્ભથી લઈને ઘરડાઘર સુધી..... ક્યારેક હોય છે અનહદ સુખ..... તો ક્યારેક હોય છે અજાણ્યું દુઃખ.... કોઈ કહે છે કે તું છે ઘણી જ રંગીન..... કોઈ કહે છે કે તું છે ઘણી જ ગમગીન....... આપી જાય ઘણાજ અનેરા સંબંધો...... જે બની જાય અંકબંધ..... તું શીખવે છે રોજ કંઈક નવું..... પરંતુ એ નથી બધાને સમજ આવતું.... ક્યારેક હોય છે ઘણા જ ઉત્સાહો...... પરંતુ એજ બની જાય છે પલભરમાં નિરાશાઓ......છે તને જીવવાની ઘણી જ અવસ્થાઓ ......... પરંતુ બધાને નથી મળતી એને જીવવાની વ્યવસ્થાઓ...... શું તારું એ બાળપણ..... જયા નથી હોતું કોઈ જ શાણપણ..... બસ હોય છે મસ્ત ભોળપણ..... તારી એ જવાની...... જે હોય છે ઘણી જ દીવાની...... બની જાય છે બધા એને જીવવામાં મસ્તાના.....તારી એ વૃદ્ધાવસ્થા..... કદાચ સૌથી અઘરી હોય છે જીવવાની આ અવસ્થા...... જયા હોય છે ઘણી જ બેબસ વ્યથા.... છતાં પણ તારું એ હસવું જીવવાની કળા પર....... નથી ઉતરતું ગળાથી નીચે..... છે બસ તું થોડા પળની તું..... છતાં પણ મન લગાડી દે બધાનું તું ભવેભવનું..... અમરત્વવિનાના આ નશ્વર દેહમાં લગાડી દે છો અનેરો મોહ........ તારી પાસેથી જેટલું માંગીશ પડશે હમેંશા કમ..... બસ તને જીવવામાં ભૂલી જવો બધો ગમ...... બની જાવ હું નતમસ્ત..... થઇ જાવ તને ઓળખવામાં વ્યસ્ત....... બસ એક જ છે આશ...... કે કરી શકું મારા અસ્તિત્વ ની તલાશ..... અને જ્યારે પણ છોડીને જાવ આ માયાવી ધરતીને બનીને જાવ એક અદભુત હસ્તી..... બસ કરતી આજીવન અથાગ કામ......... અને પછી જાવ ઈશ્વર ના પવિત્ર ધામમાં............ બસ આટલું કહું એ જિંદગી તારાથી ઘણી વખત હાર્યો પણ જીતતા પણ તેજ સીખ્વાડ્યું.....ભલે હું વારંવાર નિરાશ થયો પણ ખુશ રહેતા તેજ શીખવાડ્યું....... મરીશ ભલે એક વાર પણ એ જિંદગી જીવતા તો તેજ શીખવાડ્યું....... શુ લઇ ને જઈશ એતો ખબર નથી પણ અહીં ઘણું આપી ને જઈશ.... તું ભલે મારાથી હંમેશા દૂર રહેતી હોય પણ મેં તો તને એ જિંદગી ખુબ જ નજીક થી જોઈ છે..."I LOVE YOU JINDAGI '' WRITTEN BY A YOUNG AUTHOR DR. HINA MODHA
"something about life"
Reviewed by PARTH LAKHANI
on
ડિસેમ્બર 26, 2017
Rating:
ટિપ્પણીઓ નથી: