ધ ટોમ બોય ગર્લ.
જિંદાદિલ વ્યક્તિત્વ ની એ ઓળખ હોય છે કે તે લોકો ના દિલો પર રાજ કરતી હોય છે. આજે હું તમને એવીજ એક છોકરી વિશે વાત કરવા માંગુ છું જે જિંદગી ને પુરે પૂરો ન્યાય આપી દિલ થી જીવવા વાળી આ રાજકુમારી છે. સ્વભાવે એકદમ સરળ અને હસમુખી એની સાથે કોઈ પણ રહે કોઈ દિવસ હસ્યા વગર ના રહે. જેમકે ખુલી કિતાબ જેવી જેની જિંદગી. કોઈ અભિમાન નહિ કોઈ ખોટા નખરા નહિ દેખાવ એ એવી હિરોઈન થી કામ નહિ. તેના વાળ બોયક્ટ અને કપડાં પણ એકદમ સ્ટાઈલિશ પહેરે છોકરા જેવા.
તેનું નામ છે જેરીસા. તેની લવસ્ટોરની શરૂઆત કોલેજ લાઈફ માંથી સારું થઇ. તે કોલેજ માટે તેની બાજુના શહેર માં જતી. રોજ બસ માં તેની ફ્રેન્ડસ સાથે જતી. કોલેજ જવા માટે ચાલીને જતી ત્યારે રોજ એક છોકરો તેની સામે મળતો. શરૂ શરૂ માં બને વચ્ચે અજાણતા જ નજર મળી જતી. નિયતિ જેનુ મિલન કરાવવા માંગતી હોય ત્યારે સંજોગો તે પ્રમાણે ઘડે છે. ત્યાર બાદ બને સ્વભાવે હસમુખ હોવાથી બંને વચ્ચે થોડી રમૂજ બાદ દોસ્તી થઇ. એ છોકરા નું નામ છે નીલ. જોતજોતામાં બને એવા ગાઢ મિત્રો બની ગયા કે એકબીજા સાથે પોતાની દિલ ની વાત કહેવા લાગ્યા. નીલ પણ તેના જેવોજ એકદમ સીધો,સરળ, હોશિયાર અને દેખાવે પણ સારો. વાત હવે આગળ વધે છે. બને એકદિવસ સાથે મુવી જોવા ગયા ત્યારબાદ થીએટર ની બહાર નીકળતા જેનીસા એ નીલ ની મસ્તી કરવા પૂછ્યું કે તું કોને લવ કરે છો. થોડીવાર તો તે કાંઈજ બોલી જ ના શક્યો પણ જેનીસા ને હસતી જોતા બોલ્યો કે તને કરું છું.
જેનીસા ને મન માં હતું કે આ તો ખાલી એમજ કેહેતો હશે.બીજે દિવસે જયારે બને મળ્યા ત્યારે પછી વાત માંથી વાત નીકળતા નીલે પૂછ્યું શું થયું કાલની વાત નું શુ તારું કહેવું છે. જેરીસા પણ થોડી ગભરાઈ ગઈ કે આ શું બોલે છે પણ તેને સાંચુ લગતા બોલી કે હજી વિચાર્યું નથી પણ થોડો થોડો કરું છું. જેરીસા પણ તેને ખૂબ જ લવ કરતી હતી પણ તે જાણતી હતી કે આ સમય બરોબર નથી તે હજી બન્નેના કરીયર સેટ કરવા માગતી હતી તેથી બસ ખાલી એટલું કહી ત્યાંથી ચાલી ગઈ. સાંજે જેરીસા એ રાતના નીલને ફોન કર્યો અને કહ્યું નીલ હજી તારે અને મારે બંનેને આપણા કરિયર સેટ કરવાના છે માટે તું આ વિષે બહુ ના વિચારતો આપણે પોતાના એક લેવલ પર પહોંચી જાયે એટલે કે આપણું ફ્યુચર નકકી થઈ જાય ત્યારબાદ જ આપણે આગળ વધીસુ ત્યાં સુધી એક મિત્ર ની જેમ રહીશુ. બસ નીલે પણ હા પાડી. જો કે બંનેને પોતાના જીવન માં એક સારા મુકામ પર પહોંચવું હતું. જોતજોતામાં બને ની કોલેજ અને માસ્ટરડીગ્રી પણ પુરી થઈ ગઈ. હવે બને સારી એવી કંપની માં સારી પોસ્ટ માં નોકરી મળી ગઈ. બને ખુશ હતા પોતાની લાઈફ થી.
જેરીસા અને નીલે બને સાથે મળીને એક એન.જી.ઓ. ની સ્થાપના કરી. નાના બાળકો ને ફ્રી માં શિક્ષણ અને અનાથ બાળકો માટે ની નાની એવી શાળા અને તેના રહેવાનું બનાવ્યું. તે બંને ના વિચારો સારા એવા મળતા બંને ને સમાજ સેવા અને ગરીબો માટે કંઈક કરવાની તીવ્ર ભાવના રહેતી. હવે બંને એકબીજાને ખુબ જ સરસ સમજતા થઈ ગયા હતા. એકબીજાની આદતો અને ખૂબી ખામી બધું જાણતા હતા. બંને ને એકબીજા વગર હવે ચાલતું ના હતું હવે તો તેના બધા ફ્રેંડ્સ પણ કહેવા લાગ્યા કે હવે શુ વાર છે બે માંથી એક થવાની. પણ એકદિવસ નીલે તેને પ્રપોઝ કર્યું જેનીસા ની તો ખુશી નો પાર ના રહ્યો કેટલા વરસો ની એ લાગણી આજે પ્રવાહિત થવા લાગી તેને હસી ને હા પાડી. હવે બંને ના ઘરના પણ રાજી હતા કારણ કે વરસો થી ખબર જ હતી કે આ બંને એકબીજા માટે જ બન્યા છે. પરંતુ કિસ્મત ના ખેલ નિરાલા હોય છે.પણ હવે વાત એવી થાય છે કે થોડા દિવસ પછી જેરીસા નીલ ને કહ્યા વગર તેની ફેમિલી સાથે બીજા શહેર માં રહેવા ચાલી જાય છે. પોતાના બધા કોન્ટેક નંબર બદલાવી નાખે છે અને નીલ ને બિલકુલ મળે નહિ એ રીતે. આ બાજુ નીલ એકદમ પરેશાન થઈ ગયો. તેને કાંઈજ ખબર જ ના પડી આ શુ થઈ રહ્યું છે. નીલ અને જેરીસા ની લગ્ન ની તારીખ નકી થવાની હતી તેવામાં આ બન્યું. બંને વચ્ચે આટલા વરસો માં ક્યારેય પણ તકરાર કે બોલાચાલી પણ નહોતી થઈ કારણ કે બંને ખુબ જ સમજદાર હતા. નીલ ને આની પાછળ નું કઈ કારણ મળતુ ન હતું. તે ખૂબ જ ટેન્શન માં આવી ગયો. તેને તપાસ શરૂ કરી તેના સગા વહાલા માં જાણવા કઈ એટલે કઈ જ ના મળ્યું. છેવટે તે કંટાળી ગયો કે શું કરવું હવે ? આનો કોઈ રસ્તો નહોતો મળતો? દિવસે ને દિવસે તે ઉદાસ રહેવા લાગ્યો.
તેના ગયા ને પુરા પાંચ વર્ષ વીતી ગયા પણ તેને હજી જેરીસા ને કે તેની કોઈ વાત તે ભૂલી શક્યો ના હતો. અંતે તેને ખુબ મહેનત ના અંતે તેના સગા પાસેથી જાણવા મળ્યું કે જેરીસા ને તેના હાર્ટ માં હોલ હતો અને છેલ્લા પાંચ વર્ષ થયા તેની તબિયત ખુબજ ખરાબ છે તે શ્વાશ પણ માંડ માંડ લેતી હતી. તેની નીચે થી જમીન સરકી ગઈ .હવે તેને આખી વાત નો ખ્યાલ આવે છે. તે પોતાને ધિક્કારવા લાગે છે. તે તેની પાસે જવા માટે તડપે છે. પણ જેરીસા એ કોઈ ને પણ પોતાનું સરનામું આપ્યું નહિ. ઘણા વર્ષો સુધી તેને કોશિશ કરી નીલે તેને ગોતવા ની પણ તે ના મળી. જેને પુરી શિદ્દત થી પ્રેમ કર્યો અને જેના માટે જાન આપી દેવા નીલ તૈયાર હતો અંતે તેની એક ઝલક માટે તે તરસે છે. આ કહાની ના અંત માં નીલ ને તે ક્યારેય મળતી નથી. તેને આજ સુધી બીજી કોઈ વિષે વિચાર્યું નહિ લગ્ન ની તો વાત જ જુદી રહી. મિત્રો પ્રેમ તત્વ ની એ શક્તિ હોય છે કે જેનું નામ સાંભળતા તેના રોમ રોમ માં કોલાહલ મચી જાય છે અને દિલ ના જ્યાં ધબકાર વધી જાય છે.પ્રેમ કોઈ દિવસ પામવાનો ના હોય એ તો આપવાનો હોય છે આપવાનો. અહીં હજારો દિલો ને જીતવા વાળો માણસ કોઈ એક દિલ સામે હારી જાય છે. પ્રેમ ની વ્યાખ્યા શ્રીકૃષ્ણ ને પૂછો તો ખબર પડે શ્રી મીરાંબાઈ ને પૂછો, શ્રીરાધાજી ને પૂછો, શ્રી નરસિંહ મહેતા અને શ્રીસુદામા ને પૂછો તો ખબર પડે પ્રેમ માં તો સમર્પણ કરવું પડે અંદર થી ખાલી થઈ જવું પડે.
ધ ટોમ બોય ગર્લ.
Reviewed by PARTH LAKHANI
on
ડિસેમ્બર 04, 2017
Rating:
Reviewed by PARTH LAKHANI
on
ડિસેમ્બર 04, 2017
Rating:





ટિપ્પણીઓ નથી: