એક ગુજરાતી ધારે તો ઇતિહાસ રચી શકે. ''ગુજરાતી'' નામ સાંભળતા જ કોઈ પણ ના ચહેરા પર રોનક આવી જાય. આ ઓળખ ગુજરાત ની ભૂમિ ની છે. એક ગુજરાતીની છે. ગુજરાતી ના લોહી માં ખુમારી છે. ''સાહસ'' નું બીજું નામ એ ગુજરાતી કહી શકીયે. જેનો વિચાર કોઈ ને ના આવે તે કામ એક ગુજરાતી અવશ્ય કરી શકે. સાગર જેવી વિશાળ દરિયાદિલી તમને ગુજરાત માં જોવા મળે. મહેમાન ગતિ એવી જ્યા ભગવાન ને પણ સ્વર્ગ ભુલાવી દે તે આપણું ગુજરાત. ગુજરાત ની હવા માં વેપાર છે. વેપાર ધંધા એ ગુજરાત ની વિશ્વ ભરમાં ઓળખ બનાવી છે. દુનિયા માં મોટા ભાગના કોઈ પણ દેશમાં જશો પણ ત્યાં તમને એક ગુજરાતી જરૂર મળશે. ઇતિહાસ ના પાના ખોલશો તો જયારે જયારે કોઈ પરિવર્તન કે નવનિર્માણ થવાનું હોય કે ક્રાંતિ ની શરૂઆત કરવા એક ગુજરાતી જ જાગ્યો છે. આ સત્ય છે. જયારે જયારે ભારતમાં માતૃભૂમિ માટે જરૂર પડી છે ત્યારે એક યુગપુરુષ કે યુગસ્ત્રી નો જન્મ અવશ્ય થયો છે. હવે વાત કરીયે એક ગુજરાતી કેવો હોવો જોઈએ. આજના યુવાનો થોડી ઘણી મુશ્કેલી અને વિઘ્નો થી ડરી જાય છે. અને પોતાના સપના, લક્ષ્ય, અંતરની ભાવના બધું જ ત્યાગી ને હાર માની લે છે. તેમને ખબર નથી એક ગુજરાતી નો એટિટ્યૂડ કેવો હોવો જોઈએ એતો ''એક ઘા ને બે કટકા'' માં માને. ''લાખો અને કરોડો રૂપિયા ની ભલે નુકસાની ગઈ હોય પણ સિંહના કલેજાને શરમાવે તેવી ખુમારી થી બધું પાછું મહેનત થી અને આપબળે મેળવી લે એ ગુજરાતી.'' દુનિયા જેનો તોડ ના કાઢી શકે પણ એક ગુજરાતી પોતાનો જુગાડ કરી લેય છે. ઘણી વખત આપણે જોયું છે ક્યારેક મુશ્કેલી નો ઉપાય નથી મળતો પણ એક કોઠાસુજ વાળી વ્યક્તિ તેમાંથી બહાર નીકળી જાય છે. જે જીવન માં હારે છે અથવા તો નિષ્ફળ જાય છે તેનેજ સાચી જીત ની અને સફળતા ની કિંમત સમજાય છે. આ એક ગુજરાતી ની ઓળખ છે કે તે હારશે પણ છેલ્લે જીતી ને જ આવશે.કારણ કે એક સાચો ગુજરાતી હારની કિંમત જાણે છે. એક ગુજરાતી તો એમ બોલે કે ''થઈ જશે'' નહીં ''થઈ ગયું'' સમજો. ''ખુમારી એજ દાખવી શકે જેનામાં ખુવાર થઇ જવાની તાકાત હોય.'' એક ગુજરાતી તો પોતાના એમ્બિશન માટે લોહી રેડી દે. '' ડુ ઓર ડાઇ '' નો એટિટ્યૂડ રાખે. દુનિયા ને પોતાની મુઠી માં કરી લેવાની તાકાત રાખે એ ગુજરાતી. એ કોઈ દિવસ ભાગતો નથી સામા પવને ચાલશે. ''એ ડરી ડરી ને કે મરી મરી ને જીવતો નથી એતો દિલ ખોલી ને જીવે છે.'' જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી જે લડત આપશે. હારને હરાવવાની ઓકાત એક ગુજરાતી માં હોય છે. ભાગી જવાથી કાંઈજ નહિ મળે જાગો મિત્રો જાગો દુનિયા માં કંઈક નામ કંઈક ઓળખ મૂકી જજો જે ઇતિહાસ બની જાય. ઇતિહાસ બનાવવા વાળા વીરો ની આ ભૂમિ છે. માયકાંગલા રેવાથી શુ ફાયદો આ દુનિયા માં હિમ્મત નિજ કિંમત છે જેવા તેવા ને ફેગવી દેશે આ દુનિયા. માટે લડી લેજો પોતાનું વજૂદ ઉભું કરવા. અને હા નીતિ અને મહેનત થીજ મેળવજો. ''નીતિ એ નારાયણ વસે.'' એક રૂપિયો હરામ નો આવ્યો તો અહીજ રિબાય રિબાય નેચૂકવવો પડશે યાદ રાખજો આ કડવું સત્ય છે.'' શોર્ટકટ થી રસ્તો નજીક નથી આવતો પણ આપણા ઝમીર ને મારે છે. મહેનત એ પારસમણિ છે. મહાન લોકો ના જીવન ચરિત્ર માં આજ પરિબળ હતું અંતર ની શ્રદ્ધા, નીતિ, મહેનત, શાંત સ્વભાવ અને સદગુણો ને પોતાના જીવન માં ઉતારી સફળ થયા હતા. ગુજરાત ની ભૂમિ એ નવસર્જન ની ભૂમિ છે.કંઈક નવો સ્વીકાર કે પરિવર્તન નો ગુજરાતે હંમેશા અપનાવ્યો છે.એક ગુજરાતી હંમેશા સમય પ્રમાણે અને આજની જરૂરિયાત મુજબ ચાલશે. સમય ની કિંમત ઓછી ક્યારેય ના આંકતા. સમય નો સદુપયોગ એ અનિવાર્ય છે આજના ઝડપી જમાના માં હાઈ હેલો નો જયારે કોઈ પાસે સમય નથી રહેતો. આ દુનિયાએ મહાનતા ની પૂજારી છે. મહાન બનવું એટલું આસાન પણ નથી હજારો સફળ થાય છે પણ મહાન કોઈ કોઈ જ થાય છે. હૃદય માં આગ હોવી જોયે કંઈક કરવા માટે, મુસીબતો અને સમસ્યાઓ નો સામનો કરવાની જેને મજા આવવી જોઈએ એ તેનું એડવેન્ચર હોવું જોઈએ, ઠોકરો ખાઈ ને ઉભા થવાની હિમ્મત જોઈએ, જયા સુધી જીવીયે ત્યાં સુધી શીખવાની ધગસ હોવી જોઈએ અને એક સાધારણ વ્યક્તિત્વ માંથી અસાધારણ વ્યક્તિત્વ બનાવવું પડે તો એ પ્રતિભા ખીલે આપણા માં. એક ગુજરાતી દુનિયા ને જુકાવતો નથી પણ પોતે ઝૂકીને દુનિયા ના દિલ જીતી લેય છે. આ ગુજરાતી છે જે માનવતામાં માનનારો છે. આ ભૂમિ એ જ્ઞાની,ત્યાગી અને વેરાગી ની છે. અહીંયા હંમેશા પ્રેમ અને નિઃસ્વાર્થતા અને દાન જેવી સદવૃત્તિ જોવા મળશે. એ દાતારી જે શ્રી કર્ણ માં હતી તેના અંશો અહીંયા જોવા મળશે. બાકી એક ગુજરાતી એ સામાન્યતઃ હસમુખો અને નિખાલસ હશે. કપટ અહીંના લોકો માં બહુ ઓછી મળશે. મનભરીને અને પુરા ઉત્સાહથી આગળ વધે તે ગુજરાતી. અહીંયા મારનાર કરતા મદદગાર બને તે ગુજરાતી. એક ગુજરાતી એ દરેક મુશ્કેલ કામ ને પોતાને લાયક અને મનપસંદ બનાવી લેય છે. તે બીજાની મુશ્કેલીઓ ને હંમેશા દૂર કરવા મદદ કરે છે. આમ એક ગુજરાતી તે દુઃખ થી ક્યારેય દુઃખી નથી થતો પણ આ સમય ખરાબ છે તેમ કહી દુઃખ માં પણ જીવન ની મજા શોધી લેય છે. અંત માં એટલું કહીશ સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા આ બધું નિશ્ચિત છે. પણ જે ફક્ત કર્મ કરી પરિણામ જે આવે તેનો સ્વીકાર કરે તે અવશ્ય ગતિશીલ રહે છે. તેથી જ કોઈકે કહ્યું છે ''ચિંતા એ ચિતા સમાન છે.'' માટે હંમેશા આનંદમય જીવવું. શ્રી ધીરુભાઈ અંબાણી નું એક સરસ વાક્ય છે ''આદર્શો એ અકશ્માતો નથી, લાંબી તપસ્યાનું ને અનેક જન્મો નું ફળ છે. આદર્શો જેટલા તીવ્ર હોય, જીવન એટલું મહાન હોય. એક વિચાર ખાતર જીવી સકતા હોય, એવા આત્માઓ ખરેખર વિરલ જ હોય, હવે જે યુગ ઉદય પામી રહ્યો છે તેમાં ભૂતકાળના આદર્શો ને બાજુ પર ફેંકી દેવામાં આવશે નહિ, પરંતુ હવે તો પ્રથમ વાર જ એમની સાચી સફળતા પ્રાપ્ત થશે.''
જય જય ગરવી ગુજરાત.....
"Gujarati can make a history"
Reviewed by PARTH LAKHANI
on
ડિસેમ્બર 26, 2017
Rating:
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ
(
Atom
)
ટિપ્પણીઓ નથી: