"ઘ ટનિઁગ પોઈન્ટ ઓફ અવર લાઈફ"

યુવાની એક તૂફાન જેવી હોય છે એ ક્યારે આવી ને ચાલી જાય છે ક્યારેક ખબર પણ નથી રહતી. આગનાં દરિયા સમાન છે. રોમે રોમ માં એવો ઉત્સાહ અને તરંગો ઉદભવે જે જીલવા કઠણ થઇ પડે.યુવાની એટલે મન ભરી ને જીવવાનું હોય.યુવાની એટલે સિંહ જેવી હિમ્મત અને ચિતા જેવો જોશ હોય છે.કોઈ ફિકર નહિ બિંદાસ થી જીવવાની મજા આ યુવાની માં હોય છે. રોજે રોજ કંઇક નવી મોજ આ યુવાની માં મળે છે. યુવાની એક એડવેન્ચર છે. એક યુવાન ધારે તો શુ  ના કરી શકે ? પરિવર્તન અને કંઇક નવું ક્રિએશન લાવવાની તાકાત યુવાન માં હોય છે. આજના યુવાનો ની વાત કરીયે તો ખુબ જ ટેલેન્ટેડ અને બાહોશ આજના યુવાનો છે. જો યુવાનો ને સાચી દિશા મળે તો તે ખુબ આગળ વધી શકે છે. આપણો દેશ એ યુવાનો નો દેશ કહી શકીયે. આજે આપણે વધુ પડતો સમય ટેક્નોલોજી  કે સોશ્યિલ મીડિયા પાછળ વેડફીએ છીએ. કામ હોય એ અલગ વસ્તુ છે પરંતુ ખાલી ખાલી સમય નો બગાડ ના થવો જોઈએ. ટેક્નોલોજી એ અત્યાર ના સમય માં વરદાન રૂપ પણ છે અને અભિશાપ રૂપ પણ છે. ખરેખર એક બાજુ જોઈએ તો આજના યુવાનો પાસે મોટે ભાગે કોઈ કામ કે નોકરી નથી હોતી જેને કારણે પણ આ બને છે. આપણા દેશ માં બીજા દેશો કરતા નાની ઉંમરે કામ મળવું થોડું મુશ્કેલ છે. છતાં પણ જેને કંઇક કામ કરવું છે તો મળી પણ જાય પણ થોડી મહેનત કરવી પડે. હવે નો સમય એવો છે કે ડગલે ને પગલે લડવું પડશે સાહેબ  મહેનત કરવી પડશે પોતાની જાત ને કામ માં હોમી દેવી પડશે. સો પ્રથમ મુખ્ય એ જરૂરી તમે કેના માટે બન્યા છો? તમારું પેશન શુ છે? તમે શું કરવા માંગો છો ? જેમ એક ક્રિકેટ મેચ માં ટર્નિંગ પોઇન્ટ હોય છે તેમ જિંદગી માં તમારી યુવાની એ તમારો ટર્નિંગ પોઇન્ટ છે. એમાં પણ કોલેજ લાઈફ  એ યુવાની નો મહત્વ નો સમય છે. આ દુનિયા માં આવ્યા છીએ તો કંઈક નામ રાખી ને જાયે કંઈક એવું કરીને જાયે કે દુનિયા આપણને યાદ રાખે જિંદગી કઈ કર્યા વગર પુરી થાય એનો મતલબ શું ? ખાલી જીવી ને મરી જવું. પરિવાર નું ભરણ પોષણ એતો પશુ પક્ષી ઓ પણ કરી જાણે. આ દુનિયા કાયરો માટે નથી, તેમાંથી ભાગવાનો પ્રયત્ન ન કરો. જીત અને હાર ની પરવા ના કરો. જીવન વેડફી નાખવું ના પાલવે. જે સમય વીતી ગયો એ પાછો નહિ આવે. તેને યાદ કરી જીવવાનો ફાયદો નથી. તમારી સામે અનંત ભાવિ પડેલું છે. કાલ કોઈએ જોય નથી તમે જે સાચું અને શુભ માન્યું હોય તે શરુ કરી દયો. કારણ કે જે સમય ને સાચવી લેય છે એક દિવસ સમય તેને સાચવે છે. યુવાની માં ઘણી વખત હૃદય અને મસ્તક વચ્ચે કોઈ ભેદ ઉભો થાય ત્યારે તમારા અંતર આત્મા હૃદય ને અનુસરી નિર્ણય લેજો. અંદર ના ઝમીર ને ક્યારેય મારતા નહિ. યુવાની માં ડરી ડરી ને કે મરી મરી ને જીવતા નહિ દિલ ખોલી ને પ્રસન્ન ચિતે જીવજો. જો તમને તમારું ગમતું કામ મળી જાય તો સમાજ કે દુનિયા ની પરવા કર્યા વગર આગળ વધજો. તમે ગરીબ છો કે એવું ક્યારેય ધારશો નહિ એકલા પૈસા થી કઈ નથી થતું તમારા માં નીતિમતા, આવડત અને સાચી નિષ્ઠા હશે તો ત્યાં પેસાની નું મહત્વ રેતુ નથી. અને હા પૈસા નો સદુપયોગ જરૂરી છે આજે ઘણા યુવાનો પૈસા જેમતેમ વેડફી નાખે છે.પૈસા જરૂરી છે પણ તેના માટે ખરાબ રસ્તે કયારેય ન જવું. માણસ પૈસા ને બનાવે છે નહિ કે પૈસા માણસ ને. યુવાની માં મિત્રતા અને પ્રેમ એ બે મહત્વ ના સંબંધ છે. જે જિંદગી માં ઘણું શીખવી જાણે છે. મિત્ર રાખો તો શ્રી કૃષ્ણ જેવા રાખજો સમય આવ્યે સત્ય નું ભાન કરાવે અને સાચે માર્ગે દોરે અને જરૂર પડે ત્યારે તમારી પડખે ઢાલ બની ઉભા રહે. પ્રેમ એ અદભુત અનુભૂતિ છે. પ્રેમ કરવા કરતા નિભાવવો અઘરો છે. જે યોગ્ય પાત્ર મળે ત્યારેજ શક્ય બને છે.સાચો  પ્રેમ ઈશ્વર ની અનુભૂતિ દર્શાવે છે. પરંતુ આજે ઘણા યુવાન ભાઈ બહેનો એ પ્રેમ પાછળ પોતાની લાઈફ બગાડી દે છે. આ મહત્વ ની વાત એ છે પ્રેમ કરવો કોઈ ગુનો નથી પણ તેમાં ભાન ભૂલી અને પોતાની જિંદગી નું કરિયર, સપના , માં બાપ ની આશાઓ તથા તેના પ્રત્યે ની તમારી જવાબદારી બધાનું વિચારી આગળ વધવું જોઈએ. તમારી સામે આખી જિંદગી પડી છે માટે ક્યારેય પણ ઉતાવળે નિર્ણય ના લેવો. આપણે અત્યાર ના યુગ ને અનુકૂળ બની ચાલવું પડશે વિજ્ઞાનિક વિચારો ને આવકારવા પડશે. જે લોકો જીવન માં નિરંતર નિરુત્સાહ અને હતાશ રહે તેઓ કઈ જ કરી સકતા નથી. યુવાન તો એમ બોલે કે હું સાગર આખો પી જઈશ, હું આકાશ ને આંબી લઇશ, ઈચ્છાશક્તિ એ મહાન બળ છે. ક્યારેય પણ આત્મનિંદા ન કરવી. હંમેશા મિત્રતા,પ્રેમ, નિખાલસતા અને ધૈર્ય જેવા ગુણો વિકાસ કરવો. અંતર માં ઉજાસ હશે અને નિખાલસ જિંદગી હશે તો જિંદગી નો ભાર નહિ લાગે.

"ઘ ટનિઁગ પોઈન્ટ ઓફ અવર લાઈફ" "ઘ ટનિઁગ પોઈન્ટ ઓફ અવર લાઈફ" Reviewed by PARTH LAKHANI on ડિસેમ્બર 08, 2017 Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.