માનવ થી મહામાનવ સુધી.

આજના સમય માં એક મનુષ્ય ની માટે ધર્મ એક પહેલી રૂપે છે મારુ એવું પર્સનાલિ માનવું છે. કારણ કે મારા મત મુજબ ''માનવતા થી મોટો બીજો  કોઈ ધર્મ આ વિશ્ચ માં છે જ નહિ.''  આ સદી એ જ્ઞાન અને ટેક્નોલોજી  ની સદી છે. અંધકાર ને દૂર કરવો હોય તો પ્રકાશ નો ફેલાવો જરૂરી છે. જ્ઞાન થી જ આપણે પ્રકાશ તરફ ગતિ કરી શકીયે. સો પ્રથમ આપણે આપણા બાળકો ને ધર્મ શું છે તે સમજવાની આઝાદી આપવી પડશે નઈ કે તેના પર થોપી દેવાનો કોઈ અર્થ નથી. એમને આપણે પવિત્ર મંદિરો અને ધાર્મિક સ્થળો એ જાવાની પ્રેરણા આપીયે છીએ પરંતુ તેના માં એવા ગુણો નો વિકાસ થાય જેમકે પ્રેમ, નિઃસ્વાર્થતા, દયા, સત્ય, ઈમાનદારી, કરુણા, સમાનતા, શ્રદ્ધા, અને દેશ માટે કંઈક કરવાની  ભાવના આવીજ લાગણીઓ અને ગુણો નું તેના માં સિંચન કરવું જોયે. આપણા માના ઘણા લોકો માં એવી માન્યતા દ્રઢ થઇ ચુકી છે કે ઉપરવાળા પાસે કઈ માંગીયે એટલે તે આપે. શું ઈશ્વર પાસે  જે માંગીયે તે આપે ખરું? કયારેય તે ખાલી માંગવા થી આપતો નથી આ દુનિયા માં હજારો લોકો છે જે રોજ ઈશ્વર શમક્ષ રડે છે ભીખ માંગે છે પરંતુ તે ત્યારેજ તમને આપે છે અથવા તો તમારી સાથે હોય જયારે તમે તેને લાયક બનો અને તે ક્ષમતા તમારા હોય ત્યારેજ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે આજ તફાવત છે.બીજે ક્યાંય પણ જતા નહિ કોઈ તમારું ભવિષ્ય જોઈ નથી શકતું કે કોઈ તમારું ભવિષ્ય બનાવી નથી શકતું. કારણ કે તમે જે કઈ કર્મ કરો તેનાથી તમારા ભવિષ્ય નું નિર્માણ થાય છે. ઈશ્વરે સર્વ સાધારણ નિયમ માનવી ને આપ્યો છે કે તમે જે કઈ સારું ખોટું કે કઈ કરો તેમનું એ ફળ આપો આપ મળી જાય છે. જે પાપ પુણ્ય છે જે આપણે કરીયે એ અહીં જ ભોગવાના છે. અંધશ્રદ્ધા એ ડર નું પરિણામ છે. હકીકત માં આપણને મુશ્કેલી માં ભાન ભૂલી જઇયે છીએ કે આપણે શું કરી રહ્યા છીએ. જેમ પીકે. ફિલ્મ માં આમીરખાન કહે છે કે આ ડર નો ધંધો છે. કોઈ ઢોંગી બાબા કે બીજા કોઈ પાસે જવું નહિ. જે તમને જ્ઞાન આપે સાચો માર્ગ બતાવે એવા જ્ઞાનીઓનો અને ગુરુઓનો સંગ કરવો. બાકી આજકાલ ધર્મ ના નામે ઘણા ધતિંગ કરી જાણે છે. મંદિરે જવાથી આપણા માં એક પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. કથા, સત્સંગ, અને સારા સારા વચન આપણા વિચારો ને પવિત્ર બનાવે છે. ભારત દેશ ની સંસકૃતી ભવ્ય છે. અહીંયા લાગણીઓનો ધોધ વહે છે પ્રેમ અને નિષ્વાસ્થંતા ડગલે અને પગલે જોવા મળે છે. ભાગ્યશાળી છે આ દેશ જેના આજના યુવાનો ઘણા સમજુ છે  અને જૂની જે અંધશ્રદ્ધા ને દૂર કરવા માં મોટો ફાળો છે. યુવાન ધારે તો ક્રાંતિ લાવી શકે છે. ધર્મ એજ શીખવાડે છે કે સમગ્ર સંસાર નું કલ્યાણ થાય. આજે લોકો પાસે સમય ની કમી છે અને  પોતાના પરિવાર નું ગુજરાન ચલાવું એ એક મોટી જવાબદારી બની ચુકી છે. તેવા માં કદાચ કથા, સત્સંગ, અથવા ભક્તિ શક્ય ના બને એવું બની શકે પરંતુ આપણે એકબીજા પ્રત્યે પ્રેમ, મિત્રતા, કોઈ કપટ નહિ, કોઈ ને મદદ કરવી કે કોઈક નું સારું થાય એવા કામ કરવા જેમકે રક્તદાન, ગરીબો ને મદદ, નાના બાળકો જે ગરીબ છે તેને વિનામુલ્યે શિક્ષણ આપવું અને ભૂખ્યા ને ભોજન. કુદરત એ ખુબજ દયાળુ છે કોઈ લાલચ વગર મદદ કરજો આવા લોકો ની મદદ એજ તમારો સાચો ધર્મ છે. માણસાઈ થી મોટો કોઈ ધર્મ નથી. અંતે એટલું કહીશ                                                                          '' અંદર નો મ્હાંયલો રાજી થાય એવું કામ કરજો ઈશ્વર રાજી થાય એવું કોઈ કામ કરજો''                                        
''આજે માનવી જ માનવી વચ્ચે માનવતા ભૂલતો જાય છે''                                    "સાધુ નથી થવાની જરૂર પણ સાધુતા નો ફેલાવો કરવાની જરૂર છે. અહીં જીદંગી આગળ છે અને મુત્યુ પાછળ" "અંદર જેટલુ સત્વ પડેલુ છે તે લુટાવી ખાલી થઈ જવાનું છે."                                       "શું હતું ને શું આવશે, કોણ હતુ ને કોણ રહેશે, જે અહીં છે તે અત્યારે જ છે, જે કાલ હતું તે કોઈ નુ નથી, જીદંગી છે તો મન ભરીને જીવી લેજો કારણ કે આ સમય આ પળ એજ તમારૂ ભુત, ભવિષ્ય અને વતૅમાન છે. જીવન માં મુશ્કેલીઓ દરેક ના જીવન માં આવતી હોય છે.  અમુક અનુભવ જીવન ના ઘડતર માટે જરૂરી હોય છે. ઈશ્વર એવા સંજોગો અને મુશ્કેલીઓનુ નિર્માણ કરે છે જેથી આપણુ ઘડતર થાય. અમુક વખત અનુભવ થી જીવન ની દિશા બદલતી હોય છે. આપણે ઈશ્વર પાસે રોજ જઈએ છીએ એટલે કે મંદિરે જાયે ત્યારે કંઈ ને કંઈ વસ્તુ લઈ જાયે છીએ પણ ઈશ્વર તમારી ભાવના ને જુએ છે. નઈ કે તે વસ્તુ શું છે કે કેટલા રૂપિયા ની છે. કોઈ ગરિબ, ભિખારી,નાના બાળકો,ગાય,પશુ પક્ષીઓ, જીવ અને પ્રકૃતિ કે આપણે આશરે આવેલા જરૂરિયાત મંદ ને શકય તેટલી મદદ કરવી જોઈએ જો એ પણ ના થઈ શકે તો આપણા માં એવી ભાવના હોય કે મારી પાસે હોત તો આપી દેત. બસ આ દયા, કરૂણા અને પ્રેમ એ ઈશ્વર ની શ્રેષ્ઠ પુજા છે. જે ધર્મ આટલું કરી શકે તેમાં બધો ધર્મ સમાય જાય છે.

માનવ થી મહામાનવ સુધી. માનવ થી મહામાનવ સુધી. Reviewed by PARTH LAKHANI on ડિસેમ્બર 08, 2017 Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.