"ધ વુમન" પાવર ઓફ ગોડ

  ''THE WOMEN'' POWER OF GOD                                                              ''સ્ત્રી એટલે '' બાળકી, છોકરી, યુવા માં પ્રોઢા, વૃદ્ધા, નારી, શક્તિ, માં દુર્ગા, માં સતી, સાહસી, સહનશીલ, ચંચળ, મૃદુ,પ્રેમા, કામા, માયા, રતી, સંહારિણી, જે પણ કહીયે એટલું ઓછું છે.''  તેથી જ કોઇકે કહ્યું છે કે "સ્ત્રી એ મોત ના ખોળામાં સુઈ જીદંગી ને જન્મ આપે છે."  સ્ત્રી એ ભગવાન કે પરમતત્વ કે સુપર પાવર જે કહીયે એની એક એવી અદભુત, અદ્વૈત, રચના છે. જેને સમજવી ઘણી જ અઘરી છે.પરંતુ અગર જો કોઈ માયનો લાલ સાચો રસ્તો પકડી ને એને સમજવાનો પ્રયત્ન કરે તો તેને સમજવી ઘણી સરળ છે.મારા મત મુજબ ઇતિહાસો માં અને પુરાણો માં સ્ત્રી નું મૂલ્યાંકન કંઈક અલગ જ કરવામાં આવે છે. સ્ત્રી શું છે એ કદાચ આ પુરુષ પ્રધાન સમાજ ને ખબર નથી એટલે જ તો આ અભણ, લાચાર, અને બેબસ સમાજ સ્ત્રી ને ખાલી શારીરિક સુખ માણવા માટેનું માધ્યમ અને બાળકો પેદા કરવાનું સાધન સમજે છે. ક્યારેય કોઈ એ પ્રયત્ન કર્યો છે કે સ્ત્રી શું ચાહે છે? નહિ અને કદાચ એ ઘણું જ અશક્ય છે. પ્રયત્ન કરવો... કદાચ એટલો સમય જ નથી કોઈ પાસે. સ્ત્રી ને જન્મ થી જ કોઈ પોતાનું ગણતું નથી કદાચ એને જન્મ આપવાવાળી સ્ત્રી પણ નહિ. હાલની તકે પણ હજુ એવું જ જોવા મળે છે. જયારે એક ગર્ભવતી મહિલા ને પ્રસુતિની સમયે અસહ્ય વેદના બાદ જયારે ખબર પડે કે તેણે એક પુત્રીરત્ન ને જન્મ આપ્યો છે તો તેની એ ખુશી નથી રહતી પરંતુ એનો દર્દ વધી જાય છે. અને જો તેણીને એક પુત્રરત્ન પ્રાપ્ત થાય તો એને એની પ્રસુતિની પીડા પણ ભુલાય જાય છે. એ શા માટે આવું બને એ ખબર નહિ.એટલે જ તો દીકરી હરહમેંશા અળખામણી રહે છે.થોડો ઘણો વ્હાલ અને બહુ બધો માર દાટ જ મળે છે. એજ દીકરી સમય ની સાથે જયારે મોટી થતી જાય ત્યારે બસ નવા નવા બંધનો લાદવા માંડે છે. અને બસ એ વિકસતી દીકરી પાર રોક લાદવા માંડે છે. તારે આ નહિ કરવાનું અને આમ નહિ કરવાનું. બસ અહીંયા થીજ બેબસ, લાચાર, સ્ત્રી નો જન્મ થવા માંડે છે.કદાચ ઘણી જ ઈચ્છા હોવા છતાં કોઈએ દીકરીને તેનું ભણતર પણ પૂરું નહિ કરવા દે. બસ રસોડા માં ઘુસાડી દેશે. રસોઈ કરવા એ કાંચી કુંપણ જેવી કન્યાને એની નવી નવી પ્રવુતિ કરવાની ઉંમર માં બસ બંધિયાર બનાવી દેવામાં આવે છે અને ત્યાંજ રૂંધાય ગઈ એક પારંગત બનાવની. સ્ત્રીશક્તિ મનુ છું કે રસોઈ ઘરના કામ કાજ પણ કરવા જરૂરી છે પરંતુ એના યોગ્ય ટાઈમે. આ જ વસ્તુ શું એક દીકરા સાથે થાય છે? શું આ સવાલ બધાને થાય છે? બહુ ઓછા લોકોને થાય છે. કદાચ જે દીકરી રૂંધાય રહી છે એને પણ નથી થતો તો બીજાનું તો શું પૂછવું એટલે જ દીકરી બની જાય પરતંત્રી અને દીકરો બની જાય સ્વચ્છન્દી. દીકરી જેમ મોટી થતી જાય, અવસ્થાઓ બદલાતી જાય તેમ તેમ તેના વર્તન, વાણી, અને હાવભાવ બધું જ બદલાતું જાય છે. અને એટલેજ તો સાથે સાથે બંધનો પણ એટલા જ વધતા જાય છે. કદાચ એ પરમતત્વ એ સ્ત્રીને કંઈક વધારે જ શારીરિક રીતે સુંદર બનાવે છે.એટલે જ તો એના બંધનો પણ વધતા જાય છે.અને સાથે સાથે માનસિક રીતે રૂંધાતી ગઈ છે એટલે જ તો તે ધૂંધળી બની ગઈ. તે નથી રહેતી કોઈ જ કૌશલ્યભરી વિચારસરણીવાળી કે નથી રહેતો કોઈ જિંદગી જીવવાનો નવો ઉત્સાહ બસ એટલે જ તો નથી હોતો પોતાના પ્રત્યે કોઈ જ આત્મવિશ્વાસ. તેથી એટલેજ તો નષ્ટ થઇ જાય છે એની અંદર રહેલી એક ખુબજ એશ્વર્યમય સ્ત્રી શક્તિ અને નથી રહેતી એ પારદર્શક. એટલે જ તો બનીને રહી જાય એક ચાવી વાળું રમકડું. બસ ટાઈમ આવી ગયો એટલે પરણાવી દો આ બોજ ને હલકો કરો બસ આ જ નિયમ છે. આપણા સમાજ નો અને હજુ કદાચ ઘણી જગ્યાએ આ જ થઇ રહ્યું છે. સ્ત્રીને કોઈ જ હક્ક નથી કે પોતાની મનમરજી પ્રમાણે જિંદગીને જીવે એને માને બસ પાત્ર પીરસી દીધું હવે જિંદગીભર એનેજ જમાડવાનું અને વધેલું ઘટેલું જમવાનું. લાચાર કરી દીધી સ્ત્રીને આમ સમાજ જ જવાબદાર હોય એવું પણ નથી. ખુદ સ્ત્રી પણ છે જ. આગળ જતા સ્ત્રીની જિંદગી માં નવા નવા વળાંકો આવ્યા જ રાખે. એક વ્હાલસોયી દીકરી માટી એક નવોઢા નવવધૂ, પુત્રવધુ, પત્ની, માં, સાસુ, દાદી બધાજ અવસ્થાઓ આવતી જાય સાથે સાથે કુંઠિત વિચારસરણી પણ. બસ સાસરે આવ્યા પછી રીત રિવાજો, માન આપવું. પતિનું ધ્યાન રાખવું. બીજા બધાજ વ્યક્તિઓની પરવા કરવી બસ ત્યાં પણ બોજ નાખી દેવાનો સ્ત્રી પાર. કદાચ સ્ત્રી જન્મે છે એક બોજ બનીને આ સમાજની દ્રષ્ટિએ અને મારી જાય બોજબનીને . પરંતુ ક્યાં સુધી સહન થાય આ બધું. એક સ્પ્રિંગ ની જેમ સ્ત્રી ને દબાવીને રાખવી એ ખુબજ ભયાનક વાત છે.  એ જયારે ઉછળે ત્યારે અનર્થ જ થાય અને માં ચંડી ચામુંડી બનતા વાર નથી લાગતી. હવે થોડી બદલાયેલી દુનિયા, સમાજ અને સ્ત્રી વિષે વાત કરીયે. અત્યાર સુધી તો વાત હતી આ બંધનોની પરંતુ હવે ઘણા જ બદલાવો આવી ચુક્યા છે. આજનો પુરુષ કંઈક અલગ જ છે એ સંકુચિત નથી સાથે સાથે ઘણો જ કોઓપરેટીવ છે. એટલે જ તો કદાચ આજની સ્ત્રી પણ બની શકી છે સ્વચ્છન્દી, સ્વાભિમાની અને સ્વનિર્ભર. સ્ત્રીનું નિર્માણ કરવા એનું સર્જન કરવા ભગવાનને પુરા છ દિવસ લીધા હતા. પરંતુ કદાચ આ સ્ત્રીને જ એનું મહત્વ નથી ખબર કે એ કેટલી મૂલ્યવાન છે. પહેલાની સ્ત્રીની ભૂલ એ હતી કે એને પોતાના અસ્તિત્વની કદર જ ન હતી. કે ન તો ક્યારેય તલાશ કરવાનો પ્રયત્ન કર્યો. આજે જોયે તો આજની સ્ત્રી એટલી સ્વનિર્ભર, સ્વચ્છન્દી,તેજ બની ગઈ છે કે બસ એક જ ચાહ છે એની બસ પુરુષની સમોવડી બનવું. પરંતુ કેમ સમોવડી એ એને ખુદનેજ ખબર નથી કદાચ? શું એ ગૃહસ્થી સંભાળવી, ઘરની સારસંભાળ, બાળકો નું ભારણ પોષણ, પતિને પ્રેમ આપવો, ઘરના એકે એક વ્યક્તિની સંભાળ લેવી, ઘર ચલાવવું, વ્યવહારી કે સામાજિક રીતે શું આ બધું કામ કરવાથી એ પુરુષની નીચે રહે છે કે શું ખાલી ડૉક્ટર, એન્જીનીર કે વકીલ બનીને જ સમોવડી કહેવાય?  ઓ મારી વ્હાલી સ્ત્રીઓ એતો સમજો કે તું કોની સામે સમોવડી બનવાની સ્પર્ધા નું વિચારી રહી છે. જયારે તું ખુદ એની જન્મદાતા છે. તો પછી શું સમોવડી બનવાનું તું વિચારે છો. તું તો સર્વોચ્ચ છે જેની સાથે કોઈ જ સ્પર્ધા ના કરી શકે. તો પછી આ સમોવડી બનવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો આ તારા મનમાં? અત્ર, તત્ર, સર્વત્ર તું જ સર્વોચ્ચ છે. સ્ત્રી તારી જાણ ખાતર તું એક નારી નારાયણી છે તું સ્વયં માં લક્ષ્મી, માં સરસ્વતી છે. તું ખુદજ દેવી છે. તાથી ભરેલી છો.તો પછી પુરુષ ની શું વિશાત કે એ સમોવડીઓ બને એ તો સહભાગી કે સમભાગી બની શકે છે. અહીંયા પુરુષોને નીચા પાડવાનો કોઈજ હેતુ નથી કારણકે સ્ત્રી પુરુષ તો એકબીજાના પૂરક છે. એકબીજાના સહાયક, સહભાગી, હમસફર, હમદર્દ જે પણ કહીશ ઓછું પડશે. પરંતુ આજ સત્ય છે. બધાજ સ્ત્રી પુરુષ એકબીજાનું મહત્વ સંબંધનું મહત્વ આસ્તિત્વ એકબીજાને માન સન્માન આપતા હોય તો ક્યાં જાય આ સમાજ ની વિચારસરણી. તો કદાચ આજે કંઈક વિકાસશીલ ખુબ જ સ્વત્રંત, ઉત્સાહિત, બંધનો વગરનો સ્વછ સુરક્ષિત, દિલદાર, મસ્ત, સમાજ હોત. આવો સમાજ પણ બનશે પરંતુ હજુ વાર લાગશે. એટલેજ તો મારે લખવું ન હતું છતાં સ્ત્રીના સારા નરસા બધાજ પાસા લખવા પડ્યા. અને સાથે સાથે સમાજ, દેશ, કુટુંબ બધાની  બસ આશા રાખી શકું કે દરેક સ્ત્રી પોતાની અંદર રહેલા સ્ત્રીતત્વને જગાડે અને એક નવો રાહ ઉમંગ, ઉત્સાહથી અલગ વળાંક લાવે. આ ખાલી સારી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવાથી કે ડોક્ટર,એન્જીનીર કે વકીલ સાહિબા બની જવાથી નહિ આવે, જ્યાં સુધી માનસિક વિચારસરણી નહિ જ બદલાય. સ્ત્રી ને ઘણો જ આત્મવિશ્વાસ કેળવવો પડશે. ઘણીજ વેદનાઓ વેઠવી પડશે પોતાના અસ્તિત્વને બહાર લઇ આવવા સાથે સાથે પારદર્શક અને પવિત્ર પણ બનવું પડશે બિલકુલ એક નક્કર કાચની જેમ તો જ બની જશે સંપૂર્ણ સશક્ત.  એ વાત સાચી છે કે એક સફળ પુરુષ ની પાછળ સશક્ત સ્ત્રીનો હાથ હોય છે. બસ એજ રીતે સ્ત્રીને પણ એવા એક સશકત પુરુષનો સાથ મળે એની જિંદગીમાં કે એની જિંદગી એક પારદર્શક કાચની જેમ બધું જ કહી જાય. અને કોઈ જ લિસોટો કે ડાઘ પણ ના પડે હંમેશા એ ચળકતી અને પારદર્શક જ રહે. કદાચ જો એ પુરુષ સ્ત્રીની લાઈફ માં ના આવે તો ખુદ પોતાના માટે જ બનવું પડશે એક સશક્ત નારી. બસ મારી વ્હાલી સ્ત્રી ઉભી થાય જા તું તુફાન માંથી, ખોટા અભિમાન માંથી કેવળ એક એવું નવું સ્વાભિમાન અને કંઈક નવા અસ્તિત્વની તલાશ જે લઇ જાય તને અલગ રાહ અને તું જે અંદરથી છુપાયેલી છે. એને બસ બહાર નીકાળ અને બનીજા મારી વ્હાલી સુંદર સ્વરૂપવાન, સમજુ, સ્વચ્છંદી, સ્વાભિમાની,સ્વનિર્ભર, શુશીલ, શુચરિત્ર,સદગુણી, સતર્ક, સાહસી સ્ત્રી. જેટલું લખીશ તારા માટે પડશે હંમેશા ઓછું. બસ એટલું કહીશ કે સ્ત્રી ભગવાને તને બધીજ સહનશીલતાઓ, બધીજ લાગણીઓ અને ઘણા સારા ગુનો આપ્યા છે. બસ તેણે યોગ્ય ટાઈમે અને જગ્યાએ વાપરતી થઇજા. બસ તું પારંગત બની જા અને ન્યાય આપ તારામાં આપેલી આ ભગવાને આપેલી આઐશ્વર્ય શક્તિને પામી લે.   WRITTEN BY A YOUNG AUTHOR - DR. HINA MODHA

"ધ વુમન" પાવર ઓફ ગોડ "ધ વુમન" પાવર ઓફ ગોડ Reviewed by PARTH LAKHANI on ડિસેમ્બર 21, 2017 Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.