ઇન્ડિયા ની મોસ્ટ પોપ્યુલર લવ સ્ટોરી જેને કહી શકીએ અને બે સફળ વ્યક્તિત્વ નું મિલન કહી શકાય. બંને એ પોતાના ક્ષેત્ર માં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે મોટા ભાગના યંગસ્ટર ને તેમની લવસ્ટોરી વિષે ખબર જ હોય છે.હાલની જે ચર્ચાઓ આપણે ન્યૂઝ ચેનલ અને સોશ્યિલ મીડિયા પર જોઈ હશે તેમાં તેમના ભવ્ય લગ્ન ની વાતો તથા તેમના સુંદર ફોટાઓ વાયરલ થયા હતા. વિરાટ કોહલી એ આપણી ક્રિકેટ ટીમ નો ડાયનેમિક કેપ્ટન અને મહાન બેટ્સમેન છે. અને અનુષ્કા એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની ટોપટેન હીરોઇન કહી શકીયે તેમને ફાળે ઘણી બધી હિટ ફિલ્મો છે. તેઓ ચાર વર્ષ થી એક સાથે હતા. તેમના લગ્ન દુનિયા ની વૈભવી હોટલો માં જેનું નામ આવે છે તેવી હોટલ જે વિશ્વ ની બીજા નંબર ની સૌથી મોંઘી હોટલ છે. તેનું નામ છે "A LUXARY HERITAGE RESORT BORGO FINOCCHITO" જે ઇટલી માં આવેલી છે. થોડા અંગત લોકો અને મહેમાનો ની હાજરી માં તેઓ આ પ્રસંગ ઉજવ્યો હતો. તેમને લગ્ન ના મેનેજમેન્ટ માટે ખાસ એક્સપર્ટ ટિમ ''SHAADI SQWARD '' ને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમના ડિઝાઈનર ટ્રેડિશનલ લૂક એ ''THE WORLD OF SABYASACHI '' ને આભારી છે. જે ઇન્ડિયા નું ડાયનામિક બ્રાન્ડ નેમ છે.તેની જવેલરી અને કલોથસ ની ડિજાઇન અદભુત છે.ફોટોગ્રાફી અને હોસ્ટિંગ એ સંપૂર્ણ '' THE GALA '' ની છે. ''SHAADI SQWARD'' ની ટીમે ચાર મહિના સુધી તેમના વેડિંગ પ્લાનિંગ નું સિક્રેટ છુપાવી અને દિવસ રાત જાગી ને આ મહાન ક્ષણો ને યાદગાર બનાવી હતી. ખરેખર વેડિંગની આ ક્ષણો એ દરેક ના માટે મહાન હોય છે. બંને ની જોડી એકદમ પરફેક્ટ છે. એવું લાગે છે કે બને એકબિજા માટે સર્જાયા છે. આ એવું પ્રવિત્ર બંધન છે જે બે વ્યક્તિ ને એક હૃદય સાથે જોડી દે છે. તેથી જ તેમણે ટવિટ કરી કહ્યું હતું કે '' આજે અમે એકબીજાને હંમેશા પ્રેમ થી બંધાયેલા હોવાનું વચન આપ્યુ છે.'' મારા મત મુજબ ઇન્ડિયા ની સૌથી સુંદર જોડીઓ માની આ એક જોડી છે.ઘણા લોકો એક્સાઇટમેન્ટ થી આમના સંબંધ ના પરિણામ ની રાહ જોતા હતા આખરે તે પરિપૂર્ણ થયું. આજના જમાના માં આપણે એકબીજાને આપણી ફીલિંગ્સ તો શેર કરીયે છીએ પણ એકબીજાની સમજવામાં આપણે ક્યારેક ભૂલ કરી બેસીયે છીએ. મોટા ભાગના સંબંધો આને લીધે આગળ વધી નથી સકતા.
પ્રેમ તો કરી જાણીયે પણ વાસ્તવ માં નિભાવવો મુશ્કેલ બને છે. જયારે સંબંધ સચવાય છે બને તરફ થી ત્યારે તેને એક ચોક્કસ નામ આપવું એ જરૂરી છે. જિંદગી ક્યારેય રોકાવાની નથી કોઈ માટે તે હંમેશા ગતિશીલ છે આજે સમય છે તો મન થાય તેમ મરજી મુજબ અને મન ભરી જીવી લેજો. કારણ કે આ સમય તમારા પ્રેમ નો કે લાગણીઓનો પાછો નહિ આવે. માટેજ કોઈ કે કહ્યું છે '' ક્યારેક પોતાની ઈચ્છા મુજબ જીવવાની પણ મજા છે. ક્યારેક પોતાના માટે જીવવાની પણ મજા છે. ક્યારેક દિલ ના ધબકાર મુજબ જીવવાની પણ મજા છે. ક્યારેક દુનિયા ની પરવા કર્યા વગર પણ જીવવાની મજા છે. ક્યારેક ગમતી વ્યક્તિ ને પોતાના પ્રેમ નો ઈઝહાર કરી પોતાની કરી લેવામાં પણ મજા છે. સાચો પ્રેમ એ મળવો મુશ્કેલ છે. પણ ભાગ્યશાળી છે આ કપલ જેને આ અદભુત અનુભૂતિ મળી. congratulations ... "virushka"
વિરાટ + અનુષ્કા = "વિરૂષ્કા"
Reviewed by PARTH LAKHANI
on
ડિસેમ્બર 15, 2017
Rating:
Reviewed by PARTH LAKHANI
on
ડિસેમ્બર 15, 2017
Rating:

ટિપ્પણીઓ નથી: